સાવરકુંડલામાં કનટેનર હડફેટે રાહદારીનું મોત

મળતી માહિતી મુજબ/ અમરેલીના ગાવડકા ગામે ભેખડ ઘસી પડતા વૃઘ્ધનું મોત. સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામે રહેતા મગનભાઈ ભુરાભાઈ મકવાણા ગઈકાલે સવારે સાવરકુંડલા ગામે ખરીદી કરવા આવ્યા હતા. ત્યારે તેઓ મહુવા રોડ, હોમગાર્ડસ કચેરી પાસેથી પસાર થતા હતા ત્યારે કનટેનર નં. જી.જે. 1ર બી.ટી. પ699 ના ચાલકે તેમને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરી મૃત્યુ નિપજાવ્યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાઈ છે.