ભકિતનગર પોલીસમાં એક અપહરણની ફરીયાદ નોંધાઇ

મળતી માહિતી મુજબ/ ભકિતનગરમાં એકાદ માસ પૂર્વે એક સગીરાનું અપહરણ થયું હોવાની ફરીયાદ ભકિતનગર પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. તા. ૧૯/૩ના રોજ ભકિતનગર પોલીસમાં એક અપહરણનો ગુનો દાખલ કરાયો હતો. આ મામલે ડી સ્ટાફના પીએસઆઇ કામડીયા સહિતનાં સ્ટાફે કાર્યવાહી શરૂ કરી હતી. સગીરા પોતાના ઘરેથી નેટ નથી પકડાતુ તેમ કહી તે બહાર ગયા બાદ ઘરે પરત ન આવતા પરિવારે તેની શોધખોળ આદરી હતી.આ બનાવમાં પોલીસે તપાસ કરી આ ગુન્હામાં સામેલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.