લીંબડી શહેરના ભલગામડા ગેઈટ પાસે દિન-દહાડે એક યુવકની હત્યા

મળતી માહિતી મુજબ/ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખુબ જ કથળી રહી છે અને જીલ્લામાં લુંટ, ચોરી, હત્યા, ફાયરીંગ સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લીંબડી શહેરની મધ્યમાં આવેલ ભલગામડા ગેઈટ નજીક તીક્ષણ હથિયાર વડે યુવકની હત્યાનો બનાવ બન્યો હતો જે અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ કાર્યવાહી હાથધરી હતી.

લીંબડી શહેરના ભલગામડા ગેઈટ પાસે દિન-દહાડે એક યુવકની હત્યા નીપજાવેલી હાલતમાં લાશ પડી હતી જેની જાણ થતાં આસપાસ લોકોના ટોળેટોળાં ઉમટી પડયાં હતાં અને આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. તેમજ મૃતકની લાશ પાસેથી અમદાવાદ પાસીંગનું બાઈક તેમજ છરીનું કવર મળી આવ્યું હતું જેને આધારે લીંબડી પોલીસે હત્યા નીપજાવી નાસી છુટેલ આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.