રાપર ખાતે અર્બન હેલ્થ સેન્ટર અને જૈન જાગૃતિ સેન્ટર વેકશીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો

રાપર: આજે રાપર ખાતે કોર્ટ રોડ પર આવેલા જૈન સમાજ ના વિવિધલક્ષી હોલ મધ્યે રાપર અર્બન હેલ્થ સેન્ટર ના સંયુક્ત ઉપક્રમે આજે કોવિડ 19 અંતર્ગત કોરોના ની વેકશીન નો બીજો ડોઝ આપવામાં મા આવ્યો હતો જેમાં અર્બન હેલ્થ સેન્ટર ના ડો. પૌલ આરોગ્ય સુપરવાઇઝર કંચન બેન સુવારીયા. તેજલ ઉપાધ્યાય ક્રિષ્ના કટારીયા મનિષા કટારીયા એ વેકશીન આપવા માટે કામગીરી હાથ ધરી હતી તો આ વેકશીન અંગે જૈન જાગૃતિ સેન્ટર ના સ્થાપક અને સાવલા હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ડો. રમેશ દોશી એ વેકશીન એકદમ સુરક્ષિત છે અને બન્ને ડોઝ જેમણે લઈ લીધા છે તેઓને કોવિડ ની અસર મહદઅંશે થતી નથી એટલે વેકશીન એકદમ સુરક્ષિત છે અને તમામ લોકો એ લેવી જોઈએ કોઈ આડઅસર નથી થતી કે નથી કોઇ તકલીફ પડતી તેમ જણાવ્યું હતું તો અઢાર વર્ષની વયના યુવાનો ને અને તેના થી ઉપર ના તમામ લોકો ને વેકશીન લેવા માટે અનુરોધ કર્યો હતો અને કોવિડ કોરોના થી બચવા માટે વેકશીન જરૂરી છે તેમ જણાવી લોકો ને અનુરોધ કર્યો હતો આજે બીજા તબક્કામાં વેકશીન આપવા સમયે જૈન જાગૃતિ સેન્ટર ના પ્રમુખ વિનોદભાઈ દોશી પારસ મહેતા કિર્તી સી. મોરબીયા. જયેશ મોરબીયા ચંદ્રકાંત મોરબીયા જયેશ દોશી વાડીલાલ મોરબીયા કૃપા બેન દોશી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તો પ્રકાશ રાજગોર રમેશ જોશી નારણ સિયારીયા સહિત ના શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા.