રાજકોટ : કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુર સુવા દ્વારા દરરોજ ખબર-અંતર પૂછવામાં આવેલ

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાલી રહેલા સરકારી કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુર સુવા દ્વારા દરરોજ ખબર-અંતર પૂછવામાં આવે છે તેમજ તેમની સારવાર અંગેના કાયમી રિપોર્ટ મેળવવામાં આવે છે અને દર્દીને સારવાર દરમિયાન કોઈપણ જાતની તકલીફ ન પડે તેમજ દર્દી વહેલી તકે સજા થઈ જાય તે માટે દર્દીને પણ હિંમત આપે છે અને હકારાત્મક વલણ અપનાવવાનું પણ જણાવે છે સાથે જ જે દર્દીઓ સારવાર દરમિયાન ડરે છે તેમજ ચિંતા દાખવે છે તેમને પણ સાવચેત રહેવા સૂચન પણ આપે છે અને વહેલી તકે સાજા થવા માટે પૂરતી સારવાર મળે તે માટેના પૂરતા પ્રયત્નો પણ આ તકે કરવામાં આવી રહ્યા છે ઉપરાંત અહીં દાખલ થયેલા દર્દીઓ જાણે પોતાના જ પરિવારના હોય તેવી રીતે તેમની સાથે વાતચીત અને પારિવારિક વર્તન કરી પૂરતી સાર-સંભાળ પાલિકા પ્રમુખ મયુર સુવા દ્વારા લેવામાં આવી રહી છે.

રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા