ધાનપુર તાલુકાના ઝાબુ ગામે આવેલ એક સરકારી માધ્યમીક શાળામાં તસ્કરોએ હાથફેરો કર્યા

ધાનપુર તાલુકાના ઝાબુ ગામે આવેલ એક સરકારી માધ્યમીક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી ટીવી, સેટપઅબોક્સ વિગેરે મળી કુલ રૂા. ૧૫,૫૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયાં હતાં અને જતાં જતાં સીસીટીવી કેમેરા અને તિજાેરીની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાંનું જાણવા મળે છે. ઝાબુ ગામે આવેલ એક સરકારી માધ્યમિક શાળામાં ગત તા.૧૨મી મેના રોજ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શાળાને નિશાન બનાવી હતી અને શાળામાં પ્રવેશ કરી અંદર મુકી રાખેલ એક એલ.ઈ.ડી. ટીવી, સેટઅપ બોક્સ વિગેરે મળી કુલ રૂા.૧૫,૫૦૦ ની મત્તાની ચોરી કરી લઈ કરી હતી. તસ્કરોએ જતાં જતાં શાળાના ગેટની, શાળામાં લાગેલ સીસીટીવી કેમેરા અને તિજાેરીની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. વહેલી સવારે આ ચોરી અંગેની જાણ શાળાના આચાર્ય કશ્યપ અશોકકુમાર ઠાકોર (બ્રાહ્મણ)ને થતાં તેઓ અને તેઓનો સ્ટાફ શાળા સંકુલમાં પહોંચ્યાં હતાં અને આ સંબંધે આચાર્ય કશ્યપભાઈ દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ બાય: અનવર ખાન પઠાણ