રેલવે સ્ટેશન રોડ પર કાર દીવાલ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો ,1 નું ઘટના સ્થળે મોત તો 3 ઘાયલ

મળતી માહિતી મુજબ / ભુજના રેલવેસ્ટસન રોડ થી હિના પાર્ક પાસે અકસ્માત સર્જાયો. જેમાં પુરપાટ વેગે આવી રહેર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દીવાલ સાથે ટકરાઇ હતી. કારમાં સવાર 4 યુવાનો માંથી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. જ્યારે 3 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા,બી ડિવિઝન પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃતદેહને પી.એમ માટે જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રીપોર્ટ બાય: કરણ વાધેલા