પ્રેમપ્રકરણના કારણે મહિલાનો હાથ કાપ્યા બાદ કરાઇ કરપીણ હત્યા.
અમદાવાદ શહેરના નાના ચીલોડામાં શનિવારે રાતના સમયે મહિલાનો હાથ કાપીને તે પછી તેની હત્યા કરાઇ હોવાની ઘટના ખુબ જ ચકચારમાં રહી હતી. જેમાં નરોડા પોલીસે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો કેટરિંગમાં કામ કરતાં યુવાનોએ મહિલાને કમકમાટી ભરી હત્યા કરી હોય તેવું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જેમાં પ્રેમપ્રકરણના કારણે પણ આ મર્ડર થયો હોય તેવી પણ પોલીસને શંકા વ્યક્ત કરી છે. આ બનાવ દરમ્યાન નરોડા પોલીસને શનિવારે રાતના સમયે કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતા કે નાના ચીલોડા વિસ્તારમાં એક મહિલાનું મર્ડર કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે.તેજ સમયે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સ્થળ ઉપર તપાસ કરતાં મહિલાનું નામ પોશુબેન ઉર્ફે પોશીબેન મોહનભાઇ મારવાડી હોવાનું જાણવા મળ્યું હતું. પોશુબેન પોતાના પતિ સાથે મદભેદ હોવાથી અલગ રહેતા હતા. પોશુબેન વિનોદકુમાર નામના યુવાન સાથે કેટરિંગનું કામ કરતાં હતા. તેમજ તે બંનેના વચ્ચે પ્રેમપ્રકરણ પણ ચાલી રહ્યું હતું. શનિવારના રોજ પોશુબેન પર કોઈ અજાણ્યા શખ્સોએ ધારિયા વડે તેમના ઉપર પ્રહાર કર્યો જેમાં તેમના હાથ પહેલે કાપી નાખ્યા પછી તેમના શરીર ઉપર ધારિયા વડે અંગીનત પ્રહારો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. જેમાં આ કેસમાં પોલીસે પોશુબેનના પ્રેમી વિનોદકુમાર,સુમિતકુમાર,બીજેન્દ્ર,સંદીપ તથા સગીર વ્યનો એક યુવાનને પણ ઝડપી પાડ્યા છે. આ તમામ શખ્સો નાના ચીલોડા રબારી વાસમાં રહેતા હતા અને તેઓ હરિયાણાના મૂળ વતની છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.