ઝાલોદ નગરમાં મોટરસાઈકલ ચોરોએ તરખાટ મચાવી

ઝાલોદ નગરમાં મોટરસાઈકલ ચોરોએ એકજ રાત્રીમાં તરખાટ મચાવી બે મોટરસાઈકલની ઉઠાંતરી કરી લઈ નાસી જતાં પંથખમાં ચકચાર મચી જવા પામી છે.ઝાલોદ નગરની અષ્ટ વિનાયક સોસાયટી ખાતે રહેતાં રૂમાલભાઈ પ્રેમચંદભાઈ ડામોર અને તેમનાજ વિસ્તારમાં રહેતાં જગદીશભાઈ દ્રારકાભાઈ પ્રજાપતિની મોટરસાઈકલો પોતપોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રૂમાલભાઈ પ્રેમચંદભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ