ઢેલ ના શિકાર બાબતે આરોપીને 14 દિવસ નલિયા સબ જેલ માં ધકેલતી નામદાર નલિયા કોર્ટ

મળતી માહિતી મુજબ / અબડાસા તાલુકાના નલિયા ફોરેસ્ટ રેન્જ વિસ્તારમાં ઢેલ (માદા મોર)ના શિકાર બાબતે આરોપી કોલી પચાણ તમાચી ગામ તેરા વાળા ની અટક કરવામાં આવેલ, અટક કર્યા બાદ તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ. નામદાર કોર્ટે તેમના જામીન નામંજૂર કરી, 14 દિવસ નલિયા સબ જેલમાં મોકલી દીધા. થયેલ ગુનાકામની તપાસમાં નાયબ વન સંરક્ષણશ્રી ડૉ. તુષાર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ અધિકારીશ્રી સોઢા સાહેબ તથા ફોરેસ્ટર હિતેન્દ્રસિંહ ચુડાસમા, અશ્વિનસિંહ જાડેજા, બી. એન. દેસાઈ, જે. પી. ડાંગર તેમજ વનરક્ષક યુવરાજસિંહ જાડેજા, બી.એન. ચારણ દ્વારા કરવામાં આવેલ.