અમદાવાદ શહેરમાં ખોખરા પાસે અનુપમ સિનેમા પાસે આવેલા પેટ્રોલ પંપમાં કામ કરતાં કર્મચારીને પેટ્રોલ ન ભરતા માર મરાયો.
અમદાવાદ શહેરમાં આવેલ ખોખરા પાસે આવેલ અનુપમ સિનેમા પાસેના પેટ્રોલ પંપ મોડી રાતે બંધ હોવા છતાં પતિ-પત્નીએ પેટ્રોલ ગાડીમાં ભરી આપવાનું કહ્યું હતું. પણ પમ્પના કર્મચારીએ પેટ્રોલ ભરવાની ના કહેતા આ આરોપીઓએ ફોન દ્વારા 4 થી 5 લોકોને બોલાવીને પેટ્રોલ પંપ ઉપર તોડ ફોડ કરી હતી અને ત્યાં કામ કરતાં કર્મચારીને પણ માર માર્યો હતો. આ અંગે પીડિત કર્મચારી સુરેશભાઈએ અમરાઈવાડી પોલીસ મથકે ગુન્હો દાખલ કરવ્યો હતો. આરોપી નાબુદનશી તેમજ તેની પત્ની પણ આ બનાવમાં સાથે હતી. પેટ્રોલ ભરવા ગયેલા શખ્સોએ આ પમ્પના કર્મચારીને મારા મારી કરી તેમજ પંપમાં પણ તોડ ફોડ કરી હતી. આ સમગ્ર બનાવની સીસીટીવીની ફૂટેજમાં કેદ થઈ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.