માંડવી તાલુકાનાં ફરાદી ગામમાં સાત-આઠ શખ્સોએ કરી મારામારી. (આરોપીઓ ફરાર)
તા.: ૭. ૫.૧૮ નો બનાવ
માંડવી તાલુકાનાં ફરાદી ગામમાં રહેતા ચતુરસિહ જાડેજા, રઘુવીરસિહ જાડેજા તથા પાંચ છ અજાણ્યા શખ્સોએ સાથે મળીને પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી બનાવી સુલ્તાન સીદીફ ચૌહાણને ચતુરસિંહ જાડેજા તથા તેમની સાથેના પાંચ-છ અજાણ્યા શખ્સઓએ સુલ્તાન સીદીફ ચૌહાણને ઊભો રાખી તેમણે રઘુવીરસિંહ જાડેજા વિષે અગાઉ વિડીયો બનાવેલ તેનું મનદુખ રાખી ધકબુસટ તથા પટ્ટાથી માર મારયા બાદ તેઓએ આરોપી રઘુવીરસિંહ જાડેજાને ફોન કરી બોલાવી લેતા તે રઘુવીરસિંહ જાડેજા આવી ગયેલ અને સુલ્તાન સીદીફ ચૌહાણને તેના ઘર આગળ લઈ જઈ માફી મંગાવવા ગાડીમાં બેસાડી સુલ્તાન સીદીફ ચૌહાણની ગેરકાયદેસર અટકાયત કરી સુલ્તાન સીદીફ ચૌહાણને તેના ઘર આગળ લઈ જઈ રિવોલ્વર બતાવી સુલ્તાન સીદીફ ચૌહાણને બીક બતાવેલ તેમજ તેનો માફી માંગવાનો વિડીયો બનાવી બાદ માર મારી ગાડો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો હતો. (આરોપીઓ ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.