લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે કુલ રૂા.૧,૬૭,૭૯૦નો પ્રોહી જથ્થો કબજે કર્યાનું જ્યારે પોલીસને જાેઈ મકાન માલિક નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે

ઢઢેલા ગામે રાવત ફળિયામાં રહેતો પર્વતભાઈ સરતનભાઈ રાવતના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ગત તા.૨૫મી મેના રોજ તેના ઘરમાં ઓચિંતી પ્રોહી રેડ કરતાં પોલીસને જાેઈ પર્વતભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૧૫૮૮ જેની કુલ કિંમત રૂા.૧,૬૭,૭૯૦ના પ્રોહી જથ્થા સાથે પર્વતભાઈ સરતનભાઈ રાવત વિરૂધ્ધ લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ