ઉપલેટામાં મૃત્યુ પામનારા વ્યક્તિના નામે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હોવાની ઘટના આવી સામે

ઉપલેટાના મૃતક હરદાસભાઈ દેવાયતભાઈ કરંગિયા નામના વ્યક્તિના નામે કોરોના વેક્સિન અપાઈ હોવાનું આવ્યું છે. સામે વર્ષ 2018 માં મૃત્યુ પામનાર હરદાસભાઈના નામે વર્ષ 2021 માં કોરોના વેક્સિન અપાઈ હોવાનું આવ્યું સામે 3 મે 2021 ના રોજ મૃતકના નામે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હોવાનું સામે આવ્યું સર્ટિફિકેટ ઉપલેટા સુરજવાડી ખાતે ચાલતા વેક્સિન કેન્દ્ર પરથી કોરોના વેક્સિન અપાઈ હોવાનું આવ્યું. સામે આવી બાબત સામે આવતા મૃતક હરદાસભાઈનો પરિવાર પણ થઈ ગયો છે. હાલ આશ્ચર્ય ચકિત પરિવારના સદસ્યો પણ જણાવે છે. કે હરદાસભાઈનું અવસાન ત્રણ વર્ષ પહેલાં થઈ ગયું છે. છતાં કઈ રીતે અપાઈ આ વેક્સિન આ બાબતે મૃતકના પરિવારના સદસ્યોની પણ લાગણીઓ હાલ દુભાઈ રહી છે.કોણ લઈ ગયું છે મૃતકના નામે કોરોના વેક્સિન ? કઈ રીતે અપાયો મૃતકના નામે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ ? કોણ છે આવી ઘટના માટે જવાબદાર ? કોણે ઉપયોગ કર્યો હસે મૃતક હરદાસભાઈના નામનો ? આ બાબતે ઉચ્ચ તંત્ર દ્વારા યોગ્ય તપાસ થશે કે કેમ ? કોણ છે આના માટે જવાબદાર અને કઈ રીતે બની આ ઘટના ? આવી તો કેટલીયે ઘટનાઓ બનતી હશે કોરોના વેક્સિન બાબતે ? આવા અનેકો સવાલો વચ્ચે ઉપલેટા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આવી ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ થવી જ જોઇએ તેવી પણ મૃતકના પરિવારના સદસ્યો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટ બાય :-જયેશ મારડિયા ઉપલેટા