માંડવી તાલુકા નું મોટું ગામ અને તાલુકા લેવલ નું ગણાતું ગામ પરંતુ 18 થી 44 વર્ષ ના લોકો માટે વેકસીન માટે થઈ રહી છે પરેશાની

ગઢશીસા ગામ ને નાના મોટા લગભગ ત્રીસેક જેટલા ગામડાઓ લાગે છે અને સેન્ટર નું ગામ ગણાય છે એવા માં અહીં વેકસીન સેન્ટર જ ઉપલબધ્ધ નથી ના છૂટકે ગઢશીસા તેમજ આ વિસ્તાર ના લોકો ને વેકસીન લેવા માટે છેટ નલિયા દયાપર મુન્દ્રા રવાપર નખત્રાણા સુધી રજીસ્ટ્રેશન કરાવીને લાંબુ થવું પડતું હોય છે એક તરફ સરકાર દ્વારા વેકસીન લેવા વગર કોઈ બાકી ન રહે તેની કાળજી રાખવા ની સલાહ અપાતી હોય છે ને જાહેરાત થતી હોય છે એવા માં ગઢશીસા જેવું મોટું ગામ ને વેકસીન સેન્ટર નહિ ખરેખર આ વિસ્તાર માટે બહુ દુઃખ ની વાત છે એટલુંજ નહિ પરંતુ રજીસ્ટ્રેશન કરાવવા નું ચાલુ થાય ને અમુક મિનિટ ના ભાગો માં બંધ પણ થઈ જાય છે એવી પણ લોકો ની ફરિયાદ છે અને એકજ ઘર ના બે લોકો રજીસ્ટ્રેશન કરાવે છે ને એક નું એક દિવસે ને બીજા નું બીજા દિવસે વારો આવે છે ને છેટ નલિયા સુધી રશી લેવા માટે લાંબુ થવું પડતું હોય એનામાં એક તો સમય અને આર્થિક નુકસાની લોકો ને ભોગવવી પડે છે માટે ગઢશીસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ને રસીકરણ કેન્દ્ર મળે વેકસીન સેન્ટર મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે ને તેવી લોકો ની માંગ છે રિપોટબાય:દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા