તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ દ્રારા વિશ્વ તમાકુ નિષેધ દિન એ જન જાગૃતિ કરાઈ

તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ દ્રારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ સુતરિયા ના માર્ગદર્શન અંતર્ગત ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિન ની ઉજવણી અર્થે જન જાગૃતી શિબિર નું આયોજન કરાયેલ
કાર્યક્રમ માં તમાકુ ના વ્યસન થી કેન્સર, શ્વાસ ની તકલીફ, બ્રોનકાઈટીસ, કાયમી ખાંસી, ન્યુમોનિયા ની તકલીફ થાય છે. પાન-મસાલા , ગુટખા થી મોઢા અને ડોક નું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. મોઢા સાથે સંકળાયેલ અવયવો દાંત, અન્નનળી, સ્વર પેટી ,સ્વાદુ પીંડ વગેરે ને પણ અસર થાય છે. તમાકુ માં રહેલા નિકોટીન અને ચુના ની અંદર નું કેલ્શિયમ ભેગા મળી લોહી ની દબાણ વધારે છે. તમાકુ થી રક્તવાહિની ની વ્યાધી, પગ ની અંદર સખત દુખાવો, એસીડીટી, અજીર્ણ, અપચો, કબજીયાત, જઠર તેમજ પકવાસય ની ચાંદી, લકવા થવા ની શક્યતાઓ તમાકુ ના વ્યસન થી વધી જાય છે. સગર્ભા સ્ત્રી ધુમ્રપાન કરતી હોય તો નબળા વજન નું બાળક જન્મે છે કે મૃત બાળક જ્ન્મવા ની શક્યતાઓ વધી જાય છે.આમ તમાકુ થી થતુ નુકશાન અને છોડવાના ઉપાયો ની વિગતવાર માહિતી તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી , એડોલેશન હેલ્થ કાઉન્સલર દિશા સુથાર , એમ.ટી.એસ .કૌશિક સુતરિયા, આશા મણીબેન રબારી એ આપેલ.
સાથે પિયર એજ્યુકેટર ની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ.

રિપોર્ટ બાય : અસલમ ભચાઉ