મહુવા તાલુકાનાં માતલપર ગામમાં વેકેશન માટે આવેલી યુવતી પર નરાધમે બળાત્કાર ગુજાર્યો.
મહુવા તાલુકાનાં માતલપર ગામમાં રહેતા શખ્સે યુવતીને ફરવા માટેનું કહી મો.સા. પર બેસાડીને માયધાર ગામની વાડીના એક રૂમ ઉપર લઈ જઈને તેની ઉપર બળજબરીથી તેની પર બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુન્હો મહુવા પોલીસ મથકે નોંધાયો હતો. મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાનાં માતલપર ગામે રહેતો ગોવિંદ જગુભાઈ ભાલિયા નામનો આ શખ્સે વેકેશન માટે આવેલી યુવતીને ફરવા માટે કહીને તેની ગાડી ઉપર બેસાડીને માયધાર ગામમાં માસાભાઈની વાડીએ લઈ જઈને ઓરડીમાં ધમકી આપીને તેની સાથે બળાત્કાર ગુજારીને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પીડિત યુવતીએ ગોવિંદ જગુભાઈ ભાલિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં પોલીસે પોસકો એક્ટની જુદી-જુદી કલમો મુજબ ગુન્હો નોંધીને ફરાર આરોપીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.