રાજકોટમાં પિતાની બેદરકારીથી માસૂમ પુત્રનો ભોગ લેવાયો હતો.
રાજકોટમાં ભોમેશ્વર વિસ્તારમાં આવેલી જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર હિતેન્દ્રસિંહ રવુભા ચુડાસમા ગુરુવારે સાંજે ઘરે પહોંચી તેમની પાસે રહેલી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ બારીમાં રાખી હાથ-પગ ધોવા ગયા હતા.ત્યારે તેમનો ૯ વર્ષનો દીકરો જયવિરસિંહ ચુડાસમા ત્યાં આવી રમતા-રમતા પોતાના લમણે પિસ્તોલ તાકી દેતા થયેલા ફાયરિંગમા માસુમનું મોત થયું હતું.તેમણે પોતાના પુત્રને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ અંતે બધુજ નિષ્ફળ નિવડ્યું હતું.મૃતક મસુમના દાદા નિવૃત જમાદાર હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી છે.
ગાંધીગ્રામ પોલીસે આ ઘટનામાં બેદરકાર પિતા સામે ગેરકાયદે પિસ્તોલ રાખવા અને બેદરકારી દાખવવા સહિતના મુદ્દે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.