ગુજરાતમાં લસણની આડમાં અને પાણીના જગમાં વિદેશી દારૂની બેફામ હેરફેરી કરતાં બુટલેગર્સ
વડોદરામાં ગુરુવારે એલસીબીએ મડેલી બાતમીના આધારે હાલોલ હાઈવેથી પીવાના પાણીના ૨૦ લીટરના જગ ભરેલ એક ટેમ્પો જરોદ પાસે અટકાવ્યો હતો. જેમાં ચેકિંગ કરતાં ૫૪ જગમાંથી ૧૧૯૯ વિદેશી દારૂની બોટલ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.પોલીસે ટેમ્પો ચાલક અને આ ટેમ્પોનું પાયલોટિંગ કરતી કારમાંથી ૨ શખ્સો સહિત ત્રણ જણની સાથે રૂ.૭.૯૮ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.ઝડપાયેલા શખ્સોના નામ ધર્મેશ ઇન્દ્રકુમાર સચદેવ અને વિજય કનૈયાલાલ મોટવાણી જાણવા મડ્યુ હતું .
તો બીજી બાજુ ગઈ રાત્રે ભરુચ જિલ્લાની અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે પર બાતમીના આધારે ટ્રક અટકાવી તપાસ કરતાં તેમાં લસણની બોરીઓની આડમાં લઈ જવાતો રૂ.૧૮.૭૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો.પોલીસે મધ્યપ્રદેશની ટ્રક જપ્ત કરી તેના ચાલકની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. તાજેતરમાં ઓઇલના ટેન્કરમાંથી પણ વિદેશી દારૂ ઝડપાયો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 વકલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.