અંજારની માથાભારે બુટલેગર વિમલા દેવી પોલીસના સકંજામાં.
અંજાર આજરોજ તા.11/5/18 ના રોજ વરસામેડી ગામના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ચલાવતી વિમલા દેવીની દાદાગીરી ખુબ જ હદ પાર કરી જતાં અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખોડાભાઈ બધાભાઈ રબારી તેમજ ગ્રામજનો દ્વારા જવાબદાર પોલીસ કોન્સટેબલ શ્રી સુખદેવસિંહ જાડેજા તથા હરેન્દરસિંહ જાડેજા અને એક મહિલા હેડ કોન્સટેબલ આ જનતા રેડમાં આવી આ માથાભારે વિમલા દેવીને પકડી પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે અને આ વિમલા દેવી જાહેરમાં પોલીસ સ્ટાફને બદનામ કરતી હોય છે તો વિમલા દેવીને કાયદાનું ભાન કરાવવા અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંજાર પોલીસ ઈન્સ્પેકટર સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.