મગફળીના ગોડાઉનમાં આગના મુદ્દે કોંગ્રેસનાં ધરણાં યોજાયા
રાજકોટના શાપરમાં નફેડ દ્વારા રાખવામા આવેલ મગફળીના ગોડાઉન આગ લાગતા ચાર કરોડ રૂની મગફળીનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.જેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે આ પ્રકરણ પાછળ કૌભાંડ જવાબદાર હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યો હતો.તેમજ સૌરાષ્ટ્રમાં મગફળીના ગોદૌંમાગ મામલે ભાજપને કેટલો ભાગ મળ્યો તેવા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 વકલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.