ભુજ તાલુકાનાં ગુલામશાહ પીરની દરગાહ પાસે આવેલ ઇન્દિરાવાસ કેરામાં એક યુવતીની છેડતી બાબતે બોલાચાલી થતાં એક સ્ત્રીને ધારિયા વડે માર મરાયો.
તા.૧૩.૫.૧૮. :નો બનાવ
ભુજ તાલુકાનાં ગુલામશાહ પીરની દરગાહ પાસે આવેલ ઇન્દિરાવાસ કેરામાં (૧) પ્રવીણ કેશા સથવારા (૨) કેશાભાઈ જીણાભાઈ સથવારા (૩)કમુ કેશા સથવારા (૪) મંજુબેન કેશા સથવારા નામના આરોપીઓએ ત્યાં રહેતા રત્ના જવા સથવારા ની સીગીર વયની દીકરીને પ્રવીણ કેશાભાઈ સથવારાએ છેડતી કરેલ હોય જે વાતનો ઠપકો આપતા કમુ કેશા સથવારા ,કેશાભાઈ જીણાભાઈ સથવારા તથા મંજુબેન કેશા સથવારા વાળા સાથે મળીને કેશાભાઈ જીણાભાઈ સથવારાએ ધારિયા વડે રત્ના જવા સથવારાના જમણા ગાલે તથા સાહેદને માથાના ભાગે ઉધું ધારિયું મારીને ઇજાઓ કરી તથા કેશાભાઈ જીણાભાઈ સથવારા ,મંજુબેન કેશા સથવારા તથા કમુ કેશા સથવારાએ સાથે મળીને રત્ના જવા સથવારા તથા સાહેદને ધકબુસટ તથા ગળદાપાટુનો માર મારી ને એકબીજાને મદદ કરીને ગુન્હો કર્યો. ત્યાર બાદ માનકુવા પોલીસે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.