બે મહિલા વચ્ચે લડાઈ થતાં એકના પતિએ બીજી મહિલાના ઘરમાં ઘૂસીને કરી છેડતી
અમદાવાદનાં નરોડા વિસ્તારમાં રહેતી કામિનીબેનને તેમની સામેના ફ્લેટમાં રહેતા મહિલા સાથે પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને તે મહિલાનો પતિ નિમેશ પટેલ સવારે કામિનીબેનના ઘરે આવ્યો હતો અને દરવાજો ખોલવાનું કહ્યું હતું. કામિનીબેને દરવાજો ખોલતાજ નિમેશભાઈ ઘરમાં ઘૂસીને મારી પત્નીને પાણીમાટે કેમ બોલે છે તેમ કહી ઝગડો કરવા લાગ્યો તેમજ કામિનીબેનને એકલા જોઈને તેમની છેડતી કરવા લાગ્યો તે સાથેજ કામિનીબેને હોબાળો કરતાં આસપાસના લોકો આવી ગયા હતા અને નિમેશને બહાર કાઢ્યો હતો ત્યારે કામિનીબેને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.