ધાનેરામાં જર્જરિત દીવાલ ધરાશાયી થતાં ૪ના મોત
ધાનેરામાં વર્ષો જુના જર્જરિત મકાનનું સમારકામ ચાલતું હતું. તે દરમિયાન દીવાલ ધરાશાયી થતાં ૪ શ્રમિકો જીવતા દટાઇ ગયા હતા તરતજ તેમને બહાર કાઢીને ૧૦૮ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ તેમનું મોત થઈ ચૂક્યું હતું.આ બનાવની જાણ થતાં ધાનેરા પોલીસ અને નગરપાલિકાની ટીમ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતકની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.