ચોરી કે છળકપટ થી મેળવેલ મોબાઇલ ટાવરની બેટરી નંગ ૧ર સાથે એક ઇસમને પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા મયુર પાટીલ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ મીલ્કતસબંધી ગુના શોધવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઝાલા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટેશન વીસ્તારમાં આવેલ ભંગારના વાડાઓ ચેક કરવાની ડ્રાઇવ રાખેલ અને પેટ્રોલીંગ દરમ્યાન પો.ઇન્સ ડી.એમ.ઝાલા નાઓને મળેલ બાતમી આધારે જવાહરનગર પુલીયા નીચે આવેલ શૈલેષભાઇ માલીના ભંગારના વાડામાંથી મોબાઇલ ટાવરની બેટરી નંગ ૧૨ સાથે ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય :નિર્મલ સિંહ