સમગ્ર કચ્છમાં તા.1/4 થી 30/4 સુધીમાં 46 કેફિપીણા 20 અકસ્માત 17 દેશીદારૂ 12 ઈંગ્લીશ દારૂ 8 જુગાર 16 મારમારી 11 કાનૂન ભંગ 1 બળાત્કાર 2 અપહરણ 11 મરણ તેમજ 5 ચોરીના કેસો પોલીસ મથકે નોંધવામાં આવ્યા હતા.
કચ્છ જીલ્લામાં આવેલા તાલુકાઓમાં કાનૂન માત્ર નામનો જ રહી ગયો હોય તેવું લાગે છે. જેમાં કેટલાક તાલુકાઓમાં ફરિયાદો થતાં પણ હજુ આરોપીઓ ખુલ્લા ફરતા હોય છે. જે મામલે તંત્રએ આંખ આડા કાન કરી લીધા હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે લોકો આ આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠવા પામી છે.
જેમાં માંડવીમાં 9 કેફિપીણા, 1 દેશીદારૂ, 4 ઈંગ્લીશ દારૂ, 2 મારામારી, 1 કાનૂન ભંગ, 2 અકસ્માત, 4 આપઘાત ના કેસ નોંધવામાં આવ્યા હતા. તેમજ મુંદરામાં 7 કેફિપીણા, 2 અકસ્માત, 2 દેશીદારૂ ના કેસ નોંધાયા હતા. તેમજ અબડાસામાં 4 કેફિપીણા, 2 અકસ્માત, 2 દેશીદારૂ, 1 જુગાર, 2 મારામારી, 1 મરણ, 1 ચોરી ના કેસ નોંધવામાં આવ્યા હતા. તેમજ નખત્રાણામાં 3 કેફિપીણા, 2 અકસ્માત, 2 કાનૂન ભંગ, 1 અપહરણ, ના કેસ નોંધવામાં આવ્યા હતા. તેમજ માધાપરમાં 2 કેફિપીણા, 1 અકસ્માત, 1 ઈંગ્લીશ, 1 ચોરી ના કેસ નોંધાયા હતા. તેમજ લખપતમાં 1 દેશીદારૂ, 1 કેફિપીણા ના કેસ નોંધાયા હતા. લુણીમાં 2 કેફિપીણા,1 દેશીદારૂ ના કેસ નોંધાયા હતા. તેમજ પધ્ધરમાં 1 કાનૂન ભંગ, 1 અકસ્માત ના કેસ નોંધાયા હતા. તેમજ ના.સરોવરમાં 2 કેફિપીણા ના કેસ નોંધાયા હતા. તેમજ દયાપરમાં 4 કેફિપીણા ના કેસ નોંધાયા હતા. તેમજ ભદ્રેશ્વરમાં 1 કેફિપીણા, ભીંડીયારમાં 1 અકસ્માત. નલિયામાં 1 અકસ્માત, સુખપરમાં 1 અકસ્માત, ધ્રબમાં 1 અકસ્માત, મીરજાપરમાં 1 કેફિપીણા, કેરામાં 1 ઈંગ્લીશ દારૂ, બારોઈમાં 1 ઈંગ્લીશ દારૂ, દહીંસરામાં 1 જુગાર, નરામાં કાનૂન ભંગ, પાલારામાં 1 કેફિપીણા, જખૌમાં 1 દેશીદારૂ, 1 ઘુસણખોરી, ભારાપરમાં 1 અપહરણ, 1 અકસ્માત, કુક્મામાં 2 કેફિપીણા, 1 અકસ્માત, ભારાસરમાં 1 અકસ્માત, ના કેસો નોંધવામાં આવ્યા હતા. તેમજ ભુજ શહેરમાં 7 કેફિપીણા, 2 અકસ્માત, 5 દેશીદારૂ, 6 ઈંગ્લીશ દારૂ, 7 જુગાર, 10 મારમારી, 5 કાનૂન ભંગ, 2 આપઘાત, 3 ચોરી ના કેસો નોંધવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો તંત્રના સતા ધારીઓ તથા કાનૂનના રક્ષક આંખે પાટા બાંધીને બેસી જાય તો આમ નાગરિકોનું શું …. ? થાય લોકો દ્વારા અધિકારીઓ સમક્ષ આ બાબતે આરોપીઓને સરકારે સખત પગલાં ભરવા જોઈએ. તેમજ પોલીસ દ્વારા કડક ચુકાદો આપવો જોઈએ. તેવી લોક માંગ ઉઠવા પામી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.