પાણીના મુદ્દે સાસુ અને પતિ સાથે બોલાચાલી થતાં મહિલાએ દવા ગટગટાવી.
ઉચ્છલના નારણપુરમાં સાસુએ ન્હાવા માટે ભરેલું પાણીનો દિકરીએ બગાડ કરતાં સાસુ અને પતિ સાથે બોલાચાલી થતાં મન: દુખ લગાડતા મહિલાએ ઘરમાં પડેલી દવા ગટગટાવી હતી. ઉચ્છલ તાલુકાનાં નારણપુર ગામમાં મોટી નીરગુડી ફળિયામાં રહેતા તથા ખેતી કરતાં શૈલેષભાઈ શાંતિયાભાઇ ગામીત પત્ની જીનાબેન, પુત્રી સ્નેહા તથા માતા એમુબેન શાંતિયાભાઇ ગામીત જોડે રહે છે. એમુબેન ન્હાવા માટે પાણી ભરીને રાખ્યું હતું. પાણીનો બગાડ કરતાં પૌત્રી સ્નેહાએ એમુબેન આ મુદ્દે વહુ જીનાબેન સાથે વાતવાતી થતાં જીનાબેનને ઠપકો આપ્યો તથા પતિ અને સાસુએ મળીને જીનાબેન સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. આ બોલાચાલીથી જીનાબેન ગામતીએ મન: દુખ લાગતાં બપોરે ઘરમાં રાખેલ દવાઓ પી લીધી હતી. તાત્કાલિક તેમને વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયતમાં સુધારો છે. જે બનાવ અંગે શૈલેષભાઈ ગામીતે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જાણવા અનુસાર ફરિયાદ આપી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.