રાજકોટમા આંખમાં મરચાની ભુકી નાખી થઈ ૫.૭૦ લાખની લુંટ
રાજકોટના ગોંડલ રોડ પર આવેલ બોમ્બે હોટલની સામે હ્યુન્ડાઇ કંપનીનો કર્મચારી શો રૂમ થી બેંકમાં રૂપિયા ભરવા જઇ રહ્યો હતો ત્યાજ બે અજાણ્યા શખ્સો આવી તે કર્મચારીની આંખમાં મરચાની ભુકી નાખીને ૫.૭૦ લાખની ભરેલી બેગ લઈ ભાગી ગયા હતા. બનાવની જાણ થતાં રાજકોટ એ ડીવીઝન પોલીસ ,ક્રાઇમ બ્રાંચ તથા એસઓજી સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાજકોટ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે તથા સમગ્ર વિસ્તારમાથી સીસીટીવી કુટેજની ચકાસણી હાથ ધરી છે
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે..