ગાંધીધામ શહેરમાં નવ માસ અગાઉ રાત્રીના સમયે ઘરમાં પ્રવેશી છરીની અણીએ થયેલ લુંટનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.જે.આર.મોથલીયા, ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ ક્ચ્છ,ગાંધીધામ મયુર પાટીલનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના આપતા આ બાબતે એલ.સી.બી.ની ટીમ મિલકત સબંધી જાહેર થયેલ ગુનાઓને શોધી કાઢવાની કામગીરીમાં ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીક્ત મળેલ કે આજથી નવ માસ અગાઉ ગાંધીધામ ચાવલા ચોક પાસે આવેલ એક મકાનમાં રાત્રીના સમયે કોઇ ઇસમ પ્રવેશી ઘરની અંદર સુતેલ બાળકને છરી બતાવી ધાકધમકી આપી ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડા રૂપિયા,દાગીના તથા મોબાઇલ ફોનની લુંટ કરેલ તે ગુનામાં યુનુશ ઉર્ફે મોન્ટી કાસમ નિગામણા રહે. ખારીરોહર તા.ગાંધીધામ વાળો સંડોવાયેલ હોય અને આ ઇસમ ખન્ના માર્કેટ વિસ્તારમાં હોવાની હકીકત મળતા ઉપરોકત ઇસમને આ બાબતે પુછપરછ કરતા આ ગુનો પોતે આચરેલ હોવાની કબુલાત આપતા લુંટ કરેલ મુદ્દામાલ સાથે ઉપરોકત આરોપીને પકડી પાડી કોવિડ-૧૯ અન્વયે રાઉન્ડપ કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.