ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે અસભ્ય કરતી મહિલા સંચાલક થી લોકો ત્રાહિમામ.રાધનપુર શહેરના ભોજક વાસ ખાતે આવેલ એસ એન ઠક્કર નામની સસ્તા અનાજની દુકાન સંચાલક મહિલા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડ ધારકો સાથે અસભ્ય વર્તન કરવામાં આવતું હોવાની બૂમરાડો ઉઠવા પામી છે. સરકાર દ્વારા બીપીએલ કાર્ડ ધારકોને ફાળવવામાં આવેલ ઘઉંના જથ્થામાં થી અઢી કિલો ઘઉં ઓછા આપવામાં આવે છે. એસ એન ઠક્કર નામની સસ્તા અનાજની દુકાનના બીપીએલ કાર્ડ ધારક ઘાંચી ફકીરમમદ ઇબ્રાહીમભાઇ ના કાર્ડ પર સરકાર દ્વારા ૨૧કિલો ૫૦૦ ગ્રામ ઘઉં આપવાના હોય છે પરંતુ મહિલા સંચાલક દ્વારા માત્ર ૧૯ કિલો ઘઉં આપવામાં આવ્યા હતા જે બાબતે સોહીલ હુસેન ઘાંચી દ્વારા સસ્તા અનાજની દુકાન પર જઈ સંચાલકને જથ્થો ઓછો મળ્યા બાબતે રજૂઆત કરવા જતા મહિલા સંચાલક દ્વારા રજૂઆત કરતાં સાથે દાદાગીરી કરવામાં આવી હતી અને જથ્થો ઓછો જ આપવામાં આવશે જે થાય તે કરીલો તેવું જણાવવામાં આવ્યું હતું રજૂઆત કરતા દ્વારા મહિલા સંચાલક દ્વારા કરવામાં આવેલા સભ્ય વર્તનનો વીડિયો બનાવવામાં આવ્યો હતો મહિલા સંચાલકે તારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરજે મારો કાંઈ ફરક પડશે નહીં તેવું જણાવી રજૂઆત કરતાને ડરાવવાની કોશિશ કરી હતી. આ મહિલા સંચાલક દ્વારા અગાઉ પણ ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યા બાબતે ગ્રાહક દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવેલી છે ભોજક વાસ ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનના મહિલા સંચાલક દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતા ગેર વર્તન બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટ બાય : ભરતભાઇ સથવારા પાટણ.