અંજાર સ્ટેડિયમમા અંજારના મારવાડા સમાજ દ્વારા ડો.બી .આર.આમ્બેડકર ટ્રોફીનુ એક દીવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું

આ આયોજનમા કુલ ૧૨ ટીમોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં અંજાર, ગાંધીધામ, ભુજોડી, મોટા વનોરા, જામથડા,મિરઝાપર. તેમા ફાઈનલ મેચ અંજાર આમ્બેડકર ૧૧ તથા ભુજોડી વણકર ૧૧ વચ્ચે રમાણી હતી તેમાં ભુજોડી એ ૫૧ રન નો ટાર્ગેટ આપ્યો હતો જેમાં અંજાર આમ્બેડકર ૧૧ એ ટૃનામેન્ટની ફાઇનલ મુકાબલો જીતી લીધું હતું  મેન ઓફ ધ મેચ રામજી બળિયા અંજાર તથા મેન ઓફ ધ સિરીઝ સુરેશ ખોખર અંજાર રહ્યા હતા.

આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા આયોજક શ્રી સામજી ભદ્રૂ , યોગેશ જોગુ, નીતીન લોચાણી, પ્રકાશ રાઠોડ, અશ્વિન જોગુ, વિશનુ લોચાણી એ  આયોજન ને સફળ બનાવ્યા હતા

 તથા આ આયોજન મા ઉગમણા પ્રગણા મારવાડા સમાજ ના પ્રમુખ શ્રી શીવજીભાઈ આલાભાઈ મંગરીયા તથા અંજાર મારવાડા સમાજ ના વડિલો યુવાઓ તથા સામાજિક કાર્યકર્તા ત્યાં ઉપસ્થિત રહા હતા એવુ નાનજીભાઈ રાઠોડ જણાવ્યું હતું.