લ્યો કરો વાત સુવઈની મોડર્ન આંગણવાડીમા લોટપાણી સમાન કામગીરી!

રાપર: કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના દત્તક ગામ સુવઈના વાડી વિસ્તાર કે જે સુવઈ વણોઈ રોડ પર માનવ વસ્તી રહે છે અને સુવઈ ગામમા આવે છે ત્યારે આ સ્થળ પર કચ્છ જિલ્લા પંચાયત દ્વારા આ વિસ્તારમાં મોર્ડન આંગણવાડી કેન્દ્ર પાંચ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે હવે વાત કરીએ આ મોર્ડન આંગણવાડી કેન્દ્ર ની તો મકાન નબળી કક્ષાનું રસોડું પતરાના સેડનું તો નજીક થી પસાર થતાં રોડનું પાણી આ આંગણવાડીમા ભરાય તે જોતાં જ નજર અંદાજ છે તો પંખા નથી લાઈટ કનેક્શન છે. પણ લાઈટની વ્યવસ્થા નથી પાણી માટે એક પ્લાસ્ટિકની ટાંકી રાખવામાં આવી છે આરો પ્લાન ક્યાં પગ કરી ગયો તે ખબર નથી આ આંગણવાડીનું મકાન દશ બાય દશનું બનાવવામા આવ્યું છે. સિમેન્ટ કમ રેતી જ્યાદા જોવા મળે છે. નજીક મા જ મલબો નાખવામા આવ્યો છે. અગાઉ આ મકાન ના બાંધકામ સમયે મલબો અને ભંગાર આંગણવાડી મા હતો ગ્રામ પંચાયત દ્વારા ઉપાડી બહાર નાખવામા આવ્યો હતો. આ આંગણવાડી નું અને નજીકના નારણપર ની મોર્ડન આંગણવાડી નું કામ ચાલુ હતું ત્યારે તાલુકા પંચાયત અને બાંધકામ વિભાગ ના નાયબ કાર્યપાલક ઈજનેર ને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કયા આધારે આ મકાન ને એનઓસી આપવામાં આવી તે સ્વાભાવિક છે. પાંચ લાખ ના ખર્ચે તૈયાર થનાર મોર્ડન આંગણવાડી મા તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે તો અહી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તો શું આ બાબતે જો તપાસ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવે તો સુવઈ અને નારણપર ની મોર્ડન આંગણવાડી મા ખાયકી ની બુમ આવે તેમ છે જો આ આંગણવાડી કેન્દ્રો ના મકાનો ના નબળા બાંધકામ અને અધુરાશ ના લીધે બાળકો પર જોખમ છે. હાલ આંગણવાડી કેન્દ્રો બંધ છે. અને આગામી દિવસોમાં સરકાર આંગણવાડી કેન્દ્રો શરૂ કરી રહી છે ઉપરાંત આગામી દિવસોમાં ચોમાસામાં વરસાદ થયો તો પોલ પાધરી થશે તે જોઈને દેખાય છે. તો શું સાંસદ ના દત્તક આદર્શ ગામ મા આંગણવાડી કેન્દ્રો ની કામગીરી મા પણ ભ્રષ્ટાચાર કરવા મા આવ્યો છે તે અંગે સાંસદ દ્વારા તપાસ કરી પગલાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓ ને આદેશ આપવો જોઈએ તેવી ચર્ચા જાગી છે.