અમદાવાદમા ૧૦૦ અને ૫૦૦ની નકલી નોટો સાથે પાલનપુરના બે શખ્સોની ધરપકડ
અમદાવાદમા આવેલ ગીતા મંદિર બસ સ્ટેશન પાસે ૧૦૦ અને ૫૦૦ ની નકલી નોટો સાથે પાલનપુરના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સ પાસેથી કુલ ૪ લાખ ૮૦ હજારની નકલી નોટો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાંચને બે શખ્સો નકલી નોટો વટાવા આવ્યા હોવાની જાણ થઈ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી રાખી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગીતા મંદિરની આસપાસ વોચ રાખતા બે શખ્સો પર શંકા થતાં તેમની અટકાયત કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.