ભુજ શહેરમાં આવેલ સુમરા ડેલી બહાર છ શખ્સો દ્વારા બે લોકોને છરી ના ગા મારવામાં આવ્યા.
ભુજ શહેરમાં આવેલ સુમરા ડેલી બહાર કોઈ કારણો સર બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી જેનું સમાધાન કરાવા માટે રામજી વાલજી ગંઢેર અને તેમના મિત્રા સુલતાન જાન મામદ આવ્યા હતા અને સમાધાન થય બાદ કોઈ વાતનો મનદુઃખ રાખી અને મિતેષ રાજગોર અને તેમની સાથે રહેલ કોઈ પાંચ અજાણ્યા શખ્સો દ્વારા રામજી અને સુલતાન ને છરી ના ગા જીકી દીધા હતા અને તેમને ઈજાઓ થતા તેમના મિત્ર અસલમ ઇસ્માઇલ ચાકી દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ માં ખસેડાયા હતા લઇ આવનાર અસલમ દ્વારા એવું જણાવાયું હતું કે રામજી અને સુલતાન ના નાના ભાઈઓ દ્વારા કોઈ બોલાચાલી થઈ હતી અને માથાકૂટ વધતા તેઓ ના નાના ભાઈઓ દ્વારા રામજી અને સુલતાન ને બોલાવ્યા હતા અને રામજી અને સુલતાન આ બંને ત્યાં જઈ અને સમાધાન કરવાનું કઈ અને પરત ઘરે જતા હતા ત્યારે મિતેષ રાજગોર અને તેમની સાથે રહેલા પાંચ શખ્સો દ્વારા તેમના ઉપર છરી વડે હુમલો કરાયો હતો અને છરી ના ગા વધારે લાગતા તેમને ભુજની જી.કે જનરલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયો હતો આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે
રિપોર્ટ બાય કરન વાઘેલા અને સુનિલ ભધ્રુ ભુજ