મધ્યપ્રદેશની રેસિંગ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને મધ્યપ્રદેશ ગુજરાતની બોર્ડર પરથી ઝડપી પડાયા

મધ્યપ્રદેશની રેસિંગ બાઈક ની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને મધ્યપ્રદેશ ગુજરાતની બોર્ડર પરથી ઝડપી પાડી તેમજ કાયદાની સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને હસ્તગત કરી કુલ રૂપિયા 4,65,000/- નિકોલ કિંમતની ચોરીની 10 જેટલી મોટરસાયકલો રિકવર કરી આંતર જિલ્લા તેમજ આંતર રાજ્ય વાહન ચોરીના કુલ ૧૦ ગુનાઓનો પોકેટ કોપ આ એપ્લિકેશનના માધ્યમથી ભેદ ઉકેલી અન ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં દાહોદ લોકલક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. જિલ્લા વાહનચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈશ ર ની સૂચનાથી મધ્યપ્રદેશથી પ્રવેશતા માર્ગો પર દાહોદ એલસીબીની જુદી જુદી ટીમો પોકેટ કોપ ના માધ્યમથી વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવાની તૈયારીઓ કરી રહી હતી અને દાહોદ એલસીબી પી.આઈ બી ડી શાહની સૂચનાથી એલ.સી.બી પી.એસ.આઇ પી એમ મકવાણા એલસીબી સ્ટાફની ટીમ સાથે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તેમજ વાહન ચોરીના ગુનાઓની ગેંગના સાગરિતોની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટ કામગીરીમાં કાર્યરત હતા તે દરમિયાન પી એસ આઈ પી એમ મકવાણા ગરબાડા પી.એસ.આઈ. એમ એમ માળી તથા એલસીબી ના પોલીસ કર્મીઓની ટીમો બનાવી ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરબાડા ચોકડી પર મિનાકયાર એમપી બોર્ડર તરફથી આવતા જતા વાહનોના નંબરો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન મધ્યપ્રદેશ બોર્ડર તરફથી pulsar તેમજ apache મોટરસાયકલ લઈને આવતા બે ઈસમો પોલીસને શંકાસ્પદ લાગતા તેઓને રોકી તેઓની મોટરસાઈકલો ના રજીસ્ટર તેમજ એન્જિન તથા ચેચીસ નંબરની પોકેટ કોપ એપ્લિકેશનના માધ્યમથી સર્ચ કરતા બંને મોટરસાયકલ શંકાસ્પદ જણાઇ હતી જેથી તેઓ ની મોટરસાયકલ બાબતે ઘનિષ્ઠ પૂછપરછ કરતા મધ્ય પ્રદેશ મિનાકયાર બોર્ડર નજીક આવેલા પાટીયાઝોલ ગામના જંગલના કોતરમાં ચોરીની અન્ય આર મોટર સાયકલ સંતાડી રાખી વેચાણ કરવા માટે લાવેલા હોવાની કબુલાત કરતા પોલીસ ચોંકી ઉઠી હતી અને પોલીસે તેઓને સાથે રાખી બતાવેલ જગ્યાએ કોમ્બિંગ કરી સ્થળ પર વેચાણ કરવા માટે અન્ય એક ઇસમને આઠ મોટરસાયકલ સાથે ઝડપી પાડયો હતો તે ત્રણ ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તેમજ અન્ય બે ઇસમોની પૂછપરછમાં તેઓએ પોતાની ગેંગના સાગરિતો એ સાથે મળી ગુજરાતનાં અલગ અલગ જિલ્લા તેમ જ મધ્યપ્રદેશ ખાતેથી મોટર સાયકલ ચોરી કરી તે ચોરીની મોટરસાયકલ વેચાણ કરવા માટે ભેગા થયા ની કબૂલાત કરી હતી પકડાયેલ એમ પી વાહન ચોરીની ગેલા આરોપી ઓ સાગરભાઇ મીઠાભાઇ ભાભોર રહે વાસી ચણા સર ડુંગર ફળિયુ તાલુકા ઝાલોદ તથા મુકેશ મલ સિંગ ભાભોર રહેવા સી નહાર પુરા તાલુકા જોબટ જીલ્લો અલીરાજપુર મધ્ય પ્રદેશ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ની પોલીસે કરેલી પૂછપરછમાં તેઓએ મધ્યપ્રદેશના ઇન્દોરના જુદાજુદા વિસ્તારમાંથી કુલ પાંચ બાઇકો મધ્યપ્રદેશના ધાર માંથી એક બાઈક મધ્યપ્રદેશના જુદા જુદા ગામે થી બે બાઇક પચમહાલ ગોધરા થી એક બાઈક તથા સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક બાઈક મળી કુલ ૧૦ બાઇકો ચોરી કર્યાની કબૂલાત કરી હતી આ બાઈકર્સ ચોરી ગેંગના કુલ આઠ સભ્યો છે જે ઓ અલગ-અલગ શહેરોમાં જઈ રાત્રી દરમ્યાન પાર્ક કરેલ જગ્યાએ રેકી કરી લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી મોટર સાયકલ ચોરી કરી નક્કી કરેલ ચોક્કસ જગ્યાએ ચોરીની મોટરસાયકલ સંતાડી રાખતા અને આ ગેંગના નક્કી કરેલ સભ્યો ચોરીની મોટરસાયકલ ના વેચાણ માટે ગ્રાહકો શોધી નજીવા ભાવે મોટરસાયકલ વેચતા હોવાની એમો ધરાવે છે.
રિપોર્ટ બાય: અનવર ખાન પઠાણ-દાહોદ