ભુજ, શનિવારઃ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા તા.૩૧/૭ થી ૧/૮ સુધી કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૩૧મીએ સાંજે ૧૯ કલાકે એસ.પી. કચેરી ગાંધીધામ ખાતે ક્રાઈમ કોન્ફરન્સમાં હાજરી આપશે. ૧લીએ સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ કલાકે ક્રાંતિગુરૂ કચ્છ યુનિવર્સિટી- ભુજ ખાતે જ્ઞાન શકિત દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૧.૩૦ થી ૧૨.૩૦ કલાકે કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ભુજ ખાતે ક્રાઈમ કોન્ફરન્સમાં હાજરી આપશે. બપોરે ૧૨.૩૦ થી ૧૩.૩૦ કલેકટર કચેરી કોન્ફરન્સ રૂમ ભુજ મધ્યે પીજીવીસીએલ+ગેટકોની કામગીરીની સમીક્ષા બેઠકમાં હાજરી આપશે.