પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા અંગે ગૃહરાજયમંત્રીએ સમીક્ષા બેઠક યોજી

જેનામાં સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સલામતી અત્યંત મહત્વપૂર્ણ - ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મુન્દ્રા-માંડવી ભુજમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન બનશે, ઈ મુલાકાત પ્રોજેકટ અને નાઇટ પેટ્રોલીંગ એન્ડ્રોઈડ એપ્લીકેશનનું અનાવરણ કરાયું, પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા અંગે ગૃહરાજયમંત્રીએ સમીક્ષા બેઠક યોજી, વિરાંગના સ્પેશ્યલ સ્કવોર્ડના કર્મી સન્માનિત ઉપર મુજબ ના મુદા પર બેઠક યોજવામાં આવી.
 કલેકટર કચેરી ભુજ ખાતે ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પશ્ચિમ કચ્છ જિલ્લાની સરહદી અને દરિયાઇ સુરક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બોર્ડર રેંજના આઈ.જી. જે.આર.મોથલિયા અને પોલીસ અધિક્ષક  સૌરભસિંઘ તેમજ સબંધિત પોલીસ અધિકારીઓ સાથે ગૃહરાજયમંત્રીએ હેઠળ કચ્છમાં થતાં ગુનાઓ અને ચોરીઓ, ભષ્ટ્રાચાર, ભેળસેળ બાબતે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી વિગતો જાણી સૂચનો કર્યા હતા. ભુમાફિયા, બાયોડિઝલ ભેળસેળ અટકાવવા રાજય સરકાર કામગીરી કરશે તેમજ દરિયાઇ સીમાથી જોડાયેલ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃતિ ન થાય અને સલામતી જળવાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સલામતી અત્યંત મહત્વપૂર્ણ છે તેમ મંત્રીએ આ તકે જણાવ્યું હતું.
ગૃહ રાજયમંત્રીએ પશ્ચિમ કચ્છમાં પોલીસ, આર્મી, બી.એસ.એફ. કોસ્ટગાર્ડ બાબતે તેમજ વાહન ચોરી, ઘરફોડ લૂંટ, ધરપકડ, ખનીજ ચોરી, પવન ચક્કી ગુના, ટ્રાફિક સમસ્યા બાબતે પોલીસ અધિકારી તેમજ જનપ્રતિનિધિ સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, અગ્રણી કેશુભાઇ પટેલ સાથે પણ ચર્ચા કરી હતી. પશ્ચિમ કચ્છમાં મુન્દ્રાના પ્રાગપર, માંડવીના કોડાય અને ભુજ બી ડીવીઝનના માધાપર ખાતે બનનારા પોલીસ સ્ટેશન અંગે જાણ કરી હતી. રૂ.૩૧૯ કરોડનો રાજય સરકારના સીસીટીવી કેમેરાના વિશ્વાસ પ્રોજેકટ હેઠળ જિલ્લામાં હવે કુલ કાર્યરત કેમેરાની સંખ્યા ૩૮૭ થશે એમ પણ જણાવાયું હતું.  તકે ગૃહ રાજયમંત્રીએ અરજદારો પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશનથી ધા જ પોલીસ અધિક્ષકશ્રી સાથે ZOOM Application મારફતે e-Mulakat દ્વારા પોતાની જુઆત કરી શકે તે માટેના ઈ-મુલાકાત પ્રોજેકટનું અનાવરણ કર્યુ હતું.  સાથે તેમણે પોલીસ અધિકારીઓની નાઇટ પેટ્રોલીંગનું મોનીટરીંગ અને કામગીરી ટેના નાઈટ પેટ્રોલીંગ એન્ડ્રોઈડ એપ્લીકેશનનું પણ અનાવરણ કર્યુ હતું. હરાજયમંત્રીએ ભુજ શહેરમાં મહિલા, બાળકો, સીનીયર સીટીઝનોની સુરક્ષા સેવા માટે કાર્યરત વીરાંગના સ્પેશ્યલ કોર્ડની ૮ મહિલા પોલીસ કર્મીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
આ બેઠકની તેમજ જિલ્લાની કાયદા વ્યવસ્થા બાબતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, શાંતિ સલામતીની દષ્ટિએ કચ્છ રોજગારી અને રોકાણ માટે શ્રેષ્ઠ સ્થાન છે વિકાસની સીમા સર કરતા વિશ્વે કચ્છની નોંધ લીધી છે. આ બેઠકમાં કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, આર.એ.સી. કુલદીપસિંહ ઝાલા, આઇ.બી.ના એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી સર્વ જે.એન.પંચાલ, બી.એમ.દેસાઇ, એ.એ.પંડયા,  યાદવ તેમજ એલસીબી અને એસઓજી અને આઇ.બી.ના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.