ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે નવા વિવિધ અભ્યાસક્રમો સહિતના કોર્ષ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે
ભુજ,મંગળવાર;
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષથી નવા વિવિધ અભ્યાસક્રમો શરૂ કરાયા છે, જેમાં બી.એસ.ડબલ્યુ., એમ.કોમ., એમ.એ. જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, એમએસસી સાયબર સિક્યુરિટી, એમ.એસસી. ઈન્ફોર્મેશન ટેકનોલોજી, બી.એસસી. (ઓન.) ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે. આ સહિત અન્ય તમામ સર્ટીફીકેટ, ડિપ્લોમા, પીજી ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક તથા વોકેશનલ પ્રોફેશનલ કોર્ષ માટે ઑનલાઇન પ્રવેશ પ્રક્રિયા ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ છે. ફોર્મ ભરવા https://baou.edu.in/apply-online લિંક પર જવાનું રહેશે. ઑનલાઇન ફોર્મ ભરી વિદ્યાર્થી દ્વારા પસંદ કરેલ સ્ટડી સેન્ટર પર જમા કરાવના રહેશે. તમામ અભ્યાસક્રમોની સંપુર્ણ માહિતી baou.edu.in પર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ ભુજ, માંડવી, મુંદ્રા, આદીપુર અને ગાંધીધામ ખાતેના સ્ટડી સેન્ટર તથા કચ્છ યુનિવર્સિટી સ્થિત પ્રાદેશિક કેન્દ્રનો સંપર્ક કરી શકશે તેવું આસીસ્ટન્ટ રીજીઓનલ ડાયરેક્ટર પ્રાદેશિક કેંદ્ર- ભુજ,ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા જાણાવાયું છે.