રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર બેસે તે પહેલા લલિત વસોયાની પોલીસ દ્વારા અટકાયત

લલિત વસોયાના ધરણાના કાર્યક્ર્મને લઈ ઉપલેટા શહેર અચાનક પોલીસ છાવણીમાં ફેરવાયું
ધરણા કાર્યક્રમમાં આવતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસ અટકાવતી હોવાની લલિત વસોયાનો આક્ષેપ
ધારાસભ્ય લલિત વસોયા અને ઉપલેટા પોલીસ વચ્ચે રકજક થઈ.
લલિત વસોયાનુ આક્ષેપ છે કે સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપ સરકાર લોક તંત્રનો અવાજ દબાવવા માટે પોલીસ તંત્રનો દૂર ઉપયોગ કરી રહી તેવું જણાવ્યું
લલિત વસોયાની પોલીસ દ્વારા અટકાયત કરતા લલિત વસોયા આકરા પાણીએ જોવા મળ્યા
લલિત વસોયા સહિત કોંગ્રેસના અનેક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.
લલિત વસોયાનો આક્ષેપ સવારથી જ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને પોલીસ દ્વારા ઉપલેટા આવતા અટકાવવામાં આવી રહ્યા છે.
રિપોર્ટર:-જયેશ મારડિયા-ઉપલેટા