મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છ-ભુજમાં ડાયાલીસીસના દર્દીઓને મળી ખબર અંતરની પૃચ્છા કરી

ભુજ, ગુરૂવારઃ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભુજ ખાતે ૧.૨૫ લાખ દર્દીના વિનામૂલ્યે ડાયાલીસીસ પૂર્ણ કરતી LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ડાયાલીસીસ સેન્ટરના મા કાર્ડના લાભાર્થી દર્દી નારણભાઇ માવજીભાઇ પાદરાને મુખ્યમંત્રીએ પૃચ્છા કરી હતી આ તકે તેમણે ડાયાલીસીસના દર્દીઓની સંવેદના મુલાકાત લીધી હતી.તેમણે ડાયાલીસીસના દર્દીઓને મળી ખબર અંતરની પૃચ્છા કરી હતી.
મુખ્યમંત્રીની આ સંવેદનાસ્ભર મુલાકાતમાં અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલા, LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરતભાઇ મહેતા, ડિસ્ટ્રીકટ ગવર્નર મીનાબેન મહેતા, ટ્રસ્ટી સર્વ અભયભાઇ શાહ, પ્રફુલભાઇ શાહ, કમલેશભાઇ સંઘવી, વિપુલભાઇ જેઠી, અજીતસિંહ રાઠોડ, અનુપમભાઇ કોટક, શૈલેષભાઇ માણેક અને શૈલેષભાઇ ઠકકર, રજનીભાઇ, અકબાનીભાઇ, વ્યોમાબેન મહેતા, મુકેશભાઇ ચંદે, રશ્મિકાંતભાઇ મહેતા, હોસ્પિટલ સ્ટાફ સાથે ઉપસ્થિત રહયા હતા.