ભુજ શહેરમાં નરનારાયણ નગરમાં ડ્રાઈવરે જ કરી ચોરી
તા : ૨૬.૧.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં ઉમેદભવન પાછળ નરનારાયણ નગરમાં રહેતા હેમસિંહ છીતરસિંહ ચૌધરી પાસે ઓમ રાજેશ વાલજી ચાવડા ના પિતા ડ્રાઈવર તરીકેની નોકરી કરતાં હોઈ હેમસિંહ પરિવાર સાથે બેંગ્લોર જતાં હેમસિંહનો ડ્રાઈવર હેમસિંહના ઘરે સૂતો હોય ઓમ રાજેશ વાલજી ચાવડા આ સમય દરમિયાન હેમસિંહના ઘરે સુવા માટે આવી હેમસિંહના ઘર માંથી ચાંદીના વાસણોમાં ગ્લાસ નંગ-૩, થાળી નંગ-૩,ચમચી નંગ-૬, ચાંદીના સિક્કા અંદાજે નંગ-૬૦, ચાંદીની મુર્તિઓ તથા ચાંદીની પ્લેટો આશરે ૮ કિલ્લો તથા એકસો રૂપિયાની પ્રિન્ટ થયેલી ચાંદીની નોટ મળી કી.રૂ. ૪,૦૦,૦૦૦/- ની ચોરી કરી રામદેવ ગજુભા પરમારને હેમસિંહ ના ઘરની બહાર બોલાવી બંને આરોપીઓએ સાથે મળી ચોરી કરી મુદ્દામાલ સગેવગે કરી ગુનો કરેલ હતો જેની જાણ હેમસિંહ ને થતાં તા. ૨૯.૫.૧૮ ના ભુજ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.