પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ –વિકાસ દિવસ

ભુજ શનિવાર
કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં અધો ગામમાં કાચા ભૂંગામાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવું છું. મજૂરી કરનાર માણસ મકાન ક્યાંથી બનાવી શકે બેન ! મહેનત કરે કે મજૂરી કામમાં ખાલી પેટ ભરાઈ મકાન ના બને બેન… આતો ભલુ થજો તલાટીનું કે અમને આ ફોર્મ ભરાવ્યુ અને આજે અમને પોતાના મકાનની ચાવી મોટા સાહેબ આપશે .સરકારે માથે છત્ર આપી છે એનો ખુબ ખુબ આભાર .આજે પોતાના ઘરનું ઘર થવાથી મારું ઘરનું સપનું સાકાર થયું છે. ઘર માટેની મારી મોટી ચિંતા ટળી છે એમ કહે છે કચ્છના નખત્રાણા ખાતે વિકાસ દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મેળવનાર લાભાર્થી મેઘાકુમાર