પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરી અંગે લોકદરબારનુ આયોજન

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજના માર્ગદર્શન હેઠળ તા.૧૧/૦૮/૨૦૨૧ (બુધવાર)ના રોજ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોકદરબારનુ આયોજન કરેલ છે. જેમાં પોલીસ અધિક્ષક સૌરભ સિંધ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.યાદવ નખત્રાણા વિભાગ નાઓ તથા પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જશ્રીઓ હાજર રહેશે. જે લોક દરબાર આગામી તા.૧૧/૦૮/૨૦૨૧ (બુધવાર)ના રોજ ક.૧૧/૦૦ વાગ્યા થી બપોરના ક.૧૩/૦૦ વાગ્યા સુધી પોલીસ તાલીમ ભવન ભુજ ખાતે રાખવામાં આવનાર છે. આ લોકદબારમાં વ્યાજખોરીને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજખોર સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલ છે. આ‌ લોકદરબારમાં પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં રહેતા ઘણા નાગરીકો આર્થિક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપીયા લેતા હોય છે. જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપીયા આપતા હોય છે, અને બાદ ભોગબનનાર વ્યકતિ તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે. જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર‌ ઇસમો દ્રારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. અને જેના પરીણામેભોગ બનનાર તથા તેના કુટુંબી જનોની પાયમાલી સર્જાતી હોય છે. જે એક વ્યકિતને નહી પરંતુ એક પુરા કુટુંબને અસર કરતા રહે છે. આવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરી અંગે લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ છે. જેમા વ્યાજખોરીને લગતી કોઇ પણ‌ પ્રકારની તકલીફ કે ફરીયાદ હોય તો સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી‌શકશે, તેમજ અગાઉ પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ અધિક્ષકની કચેરીએ અરજી કરેલ હોય અને તેમા પોલીસે કરેલ કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ આલોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે, અને પશ્ચિમ કચ્છ જિલ્લાના નાગરીકોની‌ કોઇપણ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય આપવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્રારા કામગીરી કરવામાં આવશે.