રાજયમંત્રી વાસણભાઈ આહિર કચ્છના પ્રવાસે

ભુજ, ગુરૂવારઃ

રાજયમંત્રી વાસણભાઇ આહિર તા.૧૩/૮ અને તા.૧૬/૮ના કચ્છ જિલ્લાની મુલાકાત આવી રહયા છે. તેઓ ૧૩મીએ સવારે ૧૦.૩૦ કલાકે સામખીયાળી મુકામે નવી ચામુંડા હોટલ, ટોલ નાકા પાસે હોટલના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨ કલાકે વેલસ્પન પ્રા.લી.ની બાજુમાં દરગાહની સામે, વરસામેડી મધ્યે આવેલ અવિરત હોસ્પિટલના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૬મીએ સવારે ૧૦ કલાકે અંજાર મધ્યે સવાસર તળાવના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.