ગઢશીસા ગામે આવેલ વર્ષો જૂનું નાગનાથ મહાદેવ ના મંદિરે વાર્ષિક ઉત્સવ


માંડવી તાલુકા ના ગઢશીસા ગામે આવેલ વર્ષો જૂનું નાગનાથ મહાદેવ ના મંદિરે વાર્ષિક ઉત્સવ પ્રસંગ ઉજવવામાં આવ્યો કોરોના કાળ અને સરકાર શ્રી ના ગાઈડલાઇન અને નિયમો ને ધ્યાન માં રાખી ને સાદાઈ થી વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં નાગનાથ મહાદેવ ની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ધ્વજા ચડાવવામાં આવી અને ત્યાર બાદ છેલ્લા સાઇઠેક વર્ષ થી દર સોમવારે ભજન ભાવ કરતા અને ભજન મંડળ ચલાવતા ને દર સોમવારે ભજન માં કોઈ આવે કે ન આવે પરંતુ આ ભજન મંડળ ના ત્રણે વડીલ જેમની ઉંમર આજે આસરે 85 થી 90 વર્ષ ની છે એવા લાલજી શિવજી ગણાત્રા.(લાલુકાકા)દામોદર હિરજી ગણાત્રા.(ભગત)લધારામબાપા ભગત આટલી મોટી ઉંમર હોવા છતાં પણ સોમવારે બે ભજન કરવામાટે પણ પોતે અચૂક પધારતા હોય છે માટે તેઓ નુ પરમ પૂજ્ય દેવીશ્રી ચંદુમાં ના વરદહસ્તે શાલ ઓઠાડી ને સન્માન કરવામાં આવ્યું અને ગઢશીસા વિસ્તાર માં સંગીત ના જાણકાર વિરાસદ એવા સ્વર્ગવાસ પામેલ શશિકાન્તભાઈ ગજ્જર ને પણ યાદ કરીને ભજન મંડળ ને મોટી ખોટ પડી છે તેવું જણાવ્યું આ ઉત્સવમાં મંદિર ના પૂજારી જગદીસભારથી.માધુભારથી.કાનજીબાપા લિબાણી.અજુભા સોઢા. હરિભાઇ પટેલ. માધવજીભાઈ જોશી.અમૃતભાઈ દરજી. કાનજીબાપા ઉકાણી. હિતેશભાઈ સોની. તુલસીગર બાવાજી.વિજયભાઈ ઉપાધ્યાય. કિશોરભાઈ દરજી. અરવિંદભાઈ ભગત. પરેશભાઈ જોશી. અનિલભાઈ ગજ્જર. ગંગદાસભાઈ ગઢવી. સુરેશ મોતા. મનુભા ગઢવી.તેમજ અન્ય ભજન મંડળ ના સભ્યો વડીલો માતાઓ બહેનો હાજર રહ્યા હતા રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા