જુગારનો ગણનાપાત્રકેશ શોધી કાઢતી ગઢશીશા પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ પશ્ચિમ કચ્છ જીલ્લામાં જુગાર અંગેની પ્રવૃતિની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે જે.એન.પંચાલ સાહેબ ના.પો.અધિ. ભૂજ વિભાગ ભુજ નાઓના માર્ગદશન હેઠળ ગઢશીશા પૌલીસ સ્ટેશનના ઇ/પોલીસ ઇન્સપેકટર વી.એચ.ઝાલા સા.નાઓએ ગઢશીશા પોલીસ સ્ટેશનના સ્ટાફને સુચના આપતાં. આજરોજ અત્રેના પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ.ભરતકુમાર આંબાભાઇ ચૌધરી તથા પો.હેડ.કોન્સ અનીલભાઇ મોહનભાઇ ચરમટા તથા પો.કોન્સ પ્રદયુમનર્સિહ સુરૂભા જાડેજા તથા પો.કોન્સ.રાજેન્દ્રકુમાર ચતુરભાઈ પરમાર પો.કોન્સ.તરવીનભાઇ રાયગોર એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઈ તે દરમ્યાન પો.કોન્સ પ્રઘુમનસિંહ સુરૂભા જાડેજા નાઓને પખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,મોટીમંઉ ગામે જોગીવાસમા અમુક ઈસમો જાહેરમાં ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતા હોય જે બાતમીં આધારે રેઈડ કરતા નીચેના ઈસમોને રોકડા રૂપિયા તથા મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરી ગઢશીશા પોલીસ સ્ટેશનના ઇ.પો.ઇન્સ વી.એચ.ઝાલા સા.માર્ગદર્શન હેઠળ,પો.હેડ.કોન્સ.ભરતકુમાર આંબાભાઈ ચૌધરી તથા પો.હેડ.કોન્સ અનીલભાઇ મોહનભાઇ ચરમટા તથા પો.કોન્સ પ્રઘુમનસિંહ સુરૂભા જાડેજા તથા પો.કોન્સ,રાજેન્દ્રકુમાર ચતુરભાઈ પરમાર પો.કોન્સ.તરવીનભાઈ રાયગોર નાઓ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.