ભુજ શહેરના અનમ રીંગ રોડ પાસે ધોળા દિવસે 1.50 રૂ/- ની ચોરી.
ભુજ તા. ૪ : વાહનવ્યવહાર અને લોકોથી સતત ધમધમતા અનમ રિંગ રોડ પાસે ધોળા દિવસે દુકાનના તાળાં તોડીને રોકડ રૂ. ૧.૫૦ /- લાખ ની ચોરીની ઘટના બનતા આસપાસના વેપારીઓ ભેગા થયા હતા અને રાત્રે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે. માહિતગાર વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ અનમ રિગ રોડ પર હિંગલાજ માના મંદિર સામે કોર્નર પર વોરા પ્રોવિઝન સ્ટોર માથી આ ચોરી થઈ હતી. દુકાન ના માલિકે કિર્તિભાઈ ચૂનીલાલ વોરા બપોરે ૨ થી ૪ ના વચ્ચે જમવા ગયા હતા શખ્સો દુકાનનું તાળું તોડી બેંકમાં ભરવા માટે ખાનામાં રાખેલ રોકડા રૂ. ૧.૫૦/- લાખ ની ચોરી કરી ગયા હતા. આ ચોરીના બનાવની જાણ થતાં જ આસપાસના વેપારીઓ ક્રોધે ચડીને આક્રોસ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ રાત્રે વેપારીઓ સાથે દુકાન માલિક પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા હોવાનું સૂત્રો એ જણાવ્યુ છે.