પાલારા સીમમાં ઇંગ્લિશ દારૂ ની ૧૨ બાટલી ઝડપાઇ. આરોપી ફરાર.

ભુજ તા. ૫ : શહેરની ભાગોળે ખાવડા રોડ ઉપર પાલારા પાસેના સીમાડામાં સ્કૂટર ઉપર ઇંગ્લિશ દારૂની ૧૨ બાટલી લઈ જવાની હેરા ફેરી  કાયદાની નજરે ચડી હતી. અલબત આરોપી પાલારા સીમ વિસ્તારમાં રહેતો પંકજ ઉર્ફે ઢોલું રમજુ કોળી આ કાર્યવાહી સમયે હાથમાં આવ્યો ના હતો . ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમી ના આધારે આ કાર્યવાહી હાથે ધરી હતી. આરોપીના સ્કૂટરમાથી રૂ. ૫૪૦૦ /- કિંમતની ઇંગ્લિશ દારૂની એક ડઝન બાટલી કબ્જે કરવામાં આવી  હતી. રેડ દરમ્યાન સ્કૂટર મૂકીને નાશી ગયેલ આરોપીની તપાસ હાથે ધરાઇ છે. તેવું પોલીસ સાધનોને જણાવ્યુ હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *