જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

copy image

પોલીસ મહાનરોક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામા પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારુ આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ કામગીરી કરવા સૂચના કરેલ. જે અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમ.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે પો.હેડ કોન્સ મામદહુસેન ઓસમાણ કુંભાર તથા પો.કોન્સ. વશરામભાઈ વગતાભાઈ પટેલ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે ભુજ સંજોગનગરની બાજુમા ભારતનગરમાં રહેતા મરીયમબાઈ અબ્દુલશકુર કુરેશી રહે-પ્લોટ ન.ર૫પ ભારતનગર ભુજ વાળીના ઘરમાં જુગાર અગે રેઇડ કરી રોકડા રૂપીયા-૧૦૬૩૦/- તથા મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ.૪૫૦૦/-તથા ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ્લે કિં.રૂ.૧૫૧૩૦/- ના મુદામાલ સાથે કુલ્લ-૦૫ આરોપીને પકડી પાડેલ છે.
» પકડાયેલ આરોપીઓ:-
(૧) મરીયમબાઈ અબ્દુલશકુર કુરેશી રહે-પ્લોટ નં. ર૫ ભારતનગર ભુજ
(ર) અમીનાબેન ઉર્ફે આમનાબેન રમજાન સુમરા ઉ.વ-૬૭ રહે-બકાલી કોલોની કોડકી રોડ ભુજ
(૩) સવિતાબેન શૈલેશભાઈ રાજગોર ઉ.વ-૬૫ રહે-નાગર ચકલા ગેરવાળી વંડી ભુજ
(૪) રઝાક રમજુ કુરેશી ઉ.વ-૫૬ રહે-રહીમનગર જાફરશાપીરની દરગાહ પાસે આવાસમાં ભુજ
(પ) રફીક અબ્દુલશકુર કુરેશી ઉ.વ-૫૮ રહે-ભારતનગર સંજોગનગર ભુજ
» મુદામાલ:
(૧) રોકડા રૂપીયા-૧૦૬૩૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૪૫૦૦/-
(ર) ગંજીપાના નંગ-પર કિ.રૂ-૦૦/૦૦
આમ ઉપરોક્ત કામગીરી પોલીસ ઈન્સપેકટર પી.એમ.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ વી.એસ.ચૌહાણ તથા પો.હેડ કોન્સ. મામદહુસંન ઓસમાણ કુંભાર તથા પો.હેડ કોન્સ જગદિશભાઇ સુજાભાઇ ચૌધરી તથા પો.કોન્સ. વશરામભાઈ વગતાભાઈ પટેલ તથા પો.કોન્સ.રણજીતર્સિહ ધેંગાજી રાજપુત તથા મહિલા પો.કોન્સ જોંષ્નાબેન દશરથભાઈ સુંદેશા તથા મહિલા પો.કોન્સ કામીનીબેન ભરતભાઈ ગોરસીયા નાઓ જોડાયેલા હતા.