ગેરકાયદેસર રીતે ગાંજાના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી

જે.આર.મોથાલીયા સાહેબ,, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ નાઓ તરફથી કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે તા.૧૬/૦૮/૨૦૨૧ થી ૧૫/૦૯/૨૦૨૧ સુધી દિન- ૩૦ ની એન.ડી.પી.એકટ ૧૯૮૫ હેઠળ સ્પે. ડ્રાઇવ (ઝુંબેશ) રાખેલ હોઇ જે અન્વયે સૌરભ સિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્વિમ કચ્છ- જીલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે સુચના કરેલ અને કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ઝાલા સાહેબએ એન.ડો.પી.એસ.નાં કેસો શોધી કાઢવા સુચના કરેલ હોઇ દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફનાં એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ બચુભા જાડેજા નાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી મજકુર ચંદ્રસિહ કરણસિંહ જાડેજા, રહે. મૂળ ગામ. મંગવાણા, તા.નખત્રાણા હાલ રહે. કેરા, તા.ભુજ વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪૯૬ ગ્રામ રાખી જેની કી.રૂ.૪,૯૬૦/- તથા અન્ય મુદ્દામાલ મોબાઇલ ફોન નંગ- ૦૧, કી.રૂ.૫૦૦/- તથા રોકડ રૂ.૭૬૦/- એમ કુલ ૬,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એલ.આઇ..બી. ભુજના પો.ઇન્સ. એચ.એસ.ચાવડા સાહેબ તથા એસ.ઓ.જી. ભુજનાં ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.આર.ઝાલા સાહેબ તથા એસ.ઓ.જી. નાં એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા, વિજયસિંહ યાદવ તથા પો.હે.કો. સાજીભાઇ રબારી, રજાકભાઇ સોતા, પો.કોન્સ. અશોકસિંહ ઝાલા, જોરાવરસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ ગોહિલ જોડાયેલ હતા.